Maru Gujarat

Welcome To Visit This Site Visit Again For Latest Maru Gujarat Updates New Post Thank You...


Join Telegram Channel
Join WhatsApp Group(only Teachers)
Join WhatsApp Groups Students
ધોરણ પ્રમાણે વોટ્સએપ ગ્રુપમાં જોડાવો
ધોરણ 1-2ધોરણ 3ધોરણ 4
ધોરણ 5ધોરણ 6ધોરણ 7
ધોરણ 8ધોરણ 9ધોરણ 10
ધોરણ 11ધોરણ 12


અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવાઅહિં ક્લિક કરો

Popular Posts

Featured post

Gujarat GSEB SSC 10th Result 2024 @www.gseb.org

  GSEB SSC 10th Result 2024 @www.gseb.org Exam Name: SSC 10th Exam 2024 GSEB SSC Result Date & Time: 11-05-2024, 08:00 am GSEB SSC Resul...

Search This Blog

Hot Apps & Games

Pages

Featured Education

Featured Education

મન મોર બની થનગાટ કરે - ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે Gujarati Lyrics - maru gujarat updates

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે

ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,
નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકાઈને મેડક મેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.


નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે

મારાં લોચનમાં મદઘેન ભરે.
વન-છાંય તળે હરિયાળી પરે
મારો આતમ લ્હેર-બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે.
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે,
ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે

ઊંચી મેઘ-મહોલ અટારી પરે!
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે!
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે'લ પરે!

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,

પટકૂળ નવે પાણી-ઘાટ પરે!
એની સૂનમાં મીટ સમાઈ રહી,
એની ગાગર નીર તણાઈ રહી,
એને ઘેર જવા દરકાર નહીં.
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે!
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,

ચકચૂર બની ફૂલ-ડાળ પરે!
વિખરેલ અંબોડાના વાળ ઝૂલે,
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,
શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ-બકુલની ડાળ પરે!

મોર બની થનગાટ કરે
આજે મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે,
નવ બાદલને ઉર આગ બૂઝે,
નદીપૂર જાણે વનરાજ ગ્રુંજે.
હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,
ઘનઘોર ઝરે ચઁહુ ઑર, મારું મન મોર બની થનગાટ કરે.

મન મોર બની થનગાટ કરે.

મન મોર બની થનગાટ કરે - man mor bani thanganat kare - ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે Gujarati Lyrics maru Gujarat updates

Share of :
+
Previous
Next Post »
0 Comments For "મન મોર બની થનગાટ કરે - ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે Gujarati Lyrics - maru gujarat updates"

 
Template By Kunci Dunia
Back To Top